લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર


SHARE





મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર

મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર તરફ આધેડ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથામાં ઇજા થઈ હતી તથા ડાબા પગમાં ઢીચણથી ઉપર સાથળના ભાગે ફેક્ચર થયું હતું જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા રમણીકભાઈ ગોપાલભાઈ મારવાણીયા (52)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 8419 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર તરફ તેઓ ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી એસટી બસમાં ચાલકે ફૂલ સ્પીડમાં પોતાની બસ ચલાવીને તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં ફરિયાદીને માથામાં ઇજા થઈ હતી અને ડાબા પગમાં ઢીચણથી ઉપરના ભાગે સાથળમાં ફ્રેક્ચર થયું હતું જેથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપી પકડવા માટે તજવી શરૂ કરે છે

બાઈકની ચોરી

મોરબી તાલુકાના ઘુટુ ગામે આવેલ બંસરી હોટલની પાછળના ભાગમાં વસંતવિહાર સોસાયટીમાં રહેતા જીલુભાઈ પ્રવીણભાઈ વાસવેલીયા (42)એ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 36 એ ઇ 2792 પાર્ક કરીને મૂક્યુ હતુ જે 60,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News