મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર


SHARE











વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર

વાંકાનેર નજીક લિંબાળા ગામે ઘરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી સહિત કુલ 8 વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી પોલીસે 98,500 રોકડા તથા 55 હજાર રૂપિયાની કિંમતમાં 7 મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,53,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં સાત આરોપીઓને ઝડપી લીધા છે જો કે, એક શખ્સ નાસી ગયેલ હોય 8 શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા પેરોલ ફર્લોની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે ઇરફાનભાઇ બલોચના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી ઇરફાનભાઇ હનીફભાઈ બલોચ (45) રહે. માર્કેટયાર્ડ પાસે ચંદ્રપુર, દીપકભાઈ ઉર્ફે બટક દેવશીભાઈ હડાણી (34) રહે. જીનપરા વાંકાનેર, સંદીપભાઈ ઉર્ફે કાનો રમણીકભાઈ માણેક (45) રહે. કડીયાવાડ પોસ્ટ ઓફિસ સામે વાંકાનેર, મેહુલભાઈ વિનયચંદ્ર મારુ (45) રહે. પુલ દરવાજા શાક માર્કેટ પાછળ વાંકાનેર, આરીફભાઇ હનીફભાઈ બલોચ (48) રહે. લક્ષ્મીપરા શેરી નં-3 વાંકાનેર, અમિતભાઈ ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી (33) રહે. જીનપરા વાંકાનેર અને વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ (30) રહે જીનપરા વાંકાનેર વાળાને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી 98,500 ની રોકડ તથા 55 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,53,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસને જોઈને રાજુભાઈ કોળી રહે. લિંબાળા ગામ વાળો નાસી ગયેલ હોય પોલીસે કુલ 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News