મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે


SHARE





હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે

હળવદના કેદારીયા ગામની સીમમાં વોકળાના કાંઠે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 324 બોટલો મળી આવતા 1,51,200 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને બે શખ્સોની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં આવેલ બુસલીના માર્ગે વોકળાના કાંઠે દારૂનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો છે જે ચોક્કસ હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 324 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,51,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નારણભાઈ નાનજીભાઈ સોનાગ્રા તથા કાંતિલાલ મનસુખભાઈ કંઝારીયા રહે. બંને રણજીતગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તે બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બંને શખ્સની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News