મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી ! મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા !


SHARE









મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા !

મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં મોરબીમાં રહેતા યુવાનને ખોટું નામ ધારણ કરીને તેમજ ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને વિશ્વાસમાં લેવામાં આવેલ હતો અને જમીનનો સોદો કરવાના નામે તેની પાસેથી 1,11,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી તે યુવાનની સાથે વિશ્વાસઘા અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાને જમીનના દલાલો સહિત કુલ 6 શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે પૈકીના પાંચ આરોપીઓને પકડીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં મોમાઈ કેન્ડીની બાજુમાં રહેતા જીગરભાઈ રજાકભાઈ ડોસાણી (42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દયારામભાઈ પુંજાભાઈ ડાભી (61) રહે. ભક્તિનગર સર્કલ પાસે રાતડીયાની વાડી મોરબી, મુકેશભાઈ નારણભાઈ કંઝારીયા (42) રહે. કૈલાશ પાર્ક સોસાયટી કંડલા બાયપાસ રોડ મોરબી, અલતાફભાઈ વલીભાઈ કોરડીયા (43) રહે. કરાચી કોલોની બીવી પરખાણી સ્કૂલ સામે હળવદ, બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા (68) રહે. સોલડી, કાંતિભાઈ છગનભાઈ કાવર (52) રહે, બેસાબગઢ પટેલ વાસ તાલુકો ધાંગધ્રા અને કાળુભાઈ લખમણભાઇ ગોલતર રહે. બેસાબગઢ ભરવાડ વાસ ધાંગધ્રા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે અલ્તાફભાઈએ બળદેવભાઈ અને કાંતિભાઈ સાથે મળીને વજેપર ગામે સર્વે નંબર 318 પૈકી 1 ની ખાતેદાર રામજીભાઈ કાળાભાઈ દલવાડીના નામની જમીન ઠગાઈ કરવાના ઈરાદાથી બળદેવભાઈએ પોતાનું નામ રામજીભાઈ કાળાભાઈ દલવાડી તરીકેનું ધારણ કર્યું હતું અને ખોટું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવ્યું હતું અને ફરિયાદીને જમીનના સોદા માટે દયારામભાઈ અને મુકેશભાઈએ સાથે મળીને જમીનના સોદા પેટે ફરિયાદી પાસેથી 1,11,000 રૂપિયા પડાવી લીધા હતા અને આરોપીએ ખોટું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજ ઊભા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને 6 પૈકીના 5 આરોપીઓને ઝડપી લીધા છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી ગઈ છે




Latest News