હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન


SHARE





મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં માનવતા અને સેવા ભાવનાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં એક પિતાએ પોતાના થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને સેવા સાથે જોડીને રક્તદાન કેમ્પ કર્યું હતું અને આ કેમ્પ આજે જ નહીં છેલ્લા 15 વર્ષથી તેઓના દ્વારા કરવામાં આવે છે અને તેમાં મોરબીના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરીને માનવતા મહેકાવવામાં આવે છે.


મોરબીમાં રહેતા વિક્રમભાઈ દફતરીના વ્હાલસોયા સ્વર્ગસ્થ દીકરા કાર્તિકને થેલેસેમીયાની બીમારી હતી અને તેનું અવસાન થયા બાદથી તેની યાદમાં દર વર્ષે તેઓ દ્વારા મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ3 છે. છેલ્લા પંદર વર્ષથી સતત ચાલતા આ સેવાયજ્ઞમાં માત્ર પરિવાર જ નહીં, પરંતુ મોરબી, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર સહિત બહારગામ વસતા તેમના મિત્રમંડળ પણ ઉત્સાહભેર જોડાયા હતા અને કુલ મળીને 76 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોની સંખ્યા નોંધપાત્ર છે. આવા બાળકો માટે નિયમિત બ્લડની જરૂરિયાત જીવનરક્ષક બની રહે છે. ત્યારે વિક્રમભાઈ દફતરી દ્વારા કરવામાં આવતું આ આયોજન અનેક બાળકો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. અને દફતરી પરિવારની આ અનોખી ભાવના અને માનવતા ભર્યું કાર્ય સમાજ માટે એક પ્રેરણારૂપ બની રહ્યું છે. કહેવામાં આવે છે કે સાચી શ્રદ્ધાંજલિ સેવા છે અને મોરબીના દફતરી પરિવારે આ વાતને સાબિત કરી બતાવી છે.




Latest News