મોરબીના વીસીપરામાં જમાઈના કૌટુંબિક ભાઈએ યુવાનને છાતીમાં પથ્થર મારીને આપી મારી નાખવાની ધમકી મોરબીમાં ધોળા દિવસે પતિ સાથે એક્ટિવમાં જઈ રહેલા મહિલાના ગળામાંથી 1.75 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું ખાનગી વીજ કંપની પોલ ઊભા કરતાં પહેલા વળતર આપે: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં મોરબીના જેતપર ગામે યોજાયેલ સભામાં ખેડૂતોની એક જ માંગ મોરબીમાં અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી સી-ટીમ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં કલર શોપનો ધંધો કરતા યુવાને ધંધામાં પૈસાની તંગી હોવાના કારણે ટેન્શનમાં આવી ગયો હતો અને તેણે પોતાને ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની સ્થાનીક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ગ્રીન ચોક પાસે મોટી હનુમાન શેરી ખાતે રહેતા વિરાજ નવીનભાઈ દફ્તરી (40) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કલર શોપ ચલાવતો હતો અને ધંધામાં પૈસાની તંગી હતી જેના ટેન્શનમાં આવી જઈને પોતાના ઘરની અંદર લગાવેલ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જયારે હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતા અનિતાબેન માવજીભાઈ રાઠોડ (20) નામની યુવતીએ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ઘરમાં લગાવેલ હુકની અંદર સાડી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની જનકભાઈ બેચરભાઈ રાઠોડ (40) રહે. ગોરી ઘનશ્યામપુર વાળાએ હળવદ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News