મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે પતિ સાથે એક્ટિવમાં જઈ રહેલા મહિલાના ગળામાંથી 1.75 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો


SHARE







મોરબીમાં ધોળા દિવસે પતિ સાથે એક્ટિવમાં જઈ રહેલા મહિલાના ગળામાંથી 1.75 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ ખાટકીવાસ પાસેથી આધેડ પોતાના પત્નીને એકટીવામાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સે આધેડના પત્નીના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને પોણા બે લાખ રૂપિયાની કિંમતનો સોનાનો ચેન જૂટવી લઈને આ શખ્સ નાસી ગયો હતો જે બનાવો સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતા (51)એ અજાણ્યા શખ્સની સામે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ ખાટકીવાસ ચોક પાસેથી તેઓ પોતાના એકટીવામાં તેમના પત્નીને બેસાડીને ખરીદી કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે ફરિયાદીના પત્નીના ગળામાં પહેરેલ આશરે દોઢ તોલાના સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને પોણા બે લાખ રૂપિયાની કિંમતનો સોનાનો ચેન જૂટવીને આરોપી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર. જાડેજા અને તેઓની ટીમ દ્વારા આરોપી સરફરાજ ઉર્ફે ફેજલ અબ્દુલભાઈ મંધરીયા રહે ભૂ કેમ્પ એરિયા ચાવડી પોલીસ ચોકી પાસે વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

પરણીતાને મારવા મજબૂર કર્યાની ફરિયાદ

હળવદ તાલુકાના માથક ગામે રહેતા વાઘજીભાઈ રાઠોડની દીકરી સોનલબેન (26)એ હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ભરતભાઈ બાબુભાઈ ચાવડા, સાસુ લીલાબેન બાબુભાઈ ચાવડા અને મોટા સસરા પરસોતમભાઈ ડાયાભાઈ ચાવડા રહે. બધા ગુજરાત સોસાયટી વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને તેના પતિ, સાસુ તથા મોટા સસરાએ લગ્નજીવન દરમિયાન નાના-મોટી બાબતે હેરાન પરેશાન કરી મેણાં ટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી એસીડ પીવા મજબૂર કરેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News