મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો 


SHARE













વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો 

વાંકાનેર નજીક આવેલ વઘાસીયામાં રહેતી પરિણીતાએ થોડા દિવસો પહેલા એસિડ પી લીધું હતું જેથી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જો કેરસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતુ જે બનાવમાં મૃતક પરિણીતાની માતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ખાતે તેની દીકરીને મરવાર માટે મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે અને તેની દીકરીના સાસુ અને દિયર દ્વારા તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલા વાંકાનેરના વઘાસીયામાં રહેતા વાસુદેવસિંહ ઝાલાના પત્ની પ્રિયાબાએ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી કરીને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા જો કેરસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતું ત્યારે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે એસિડ પીને આપઘાત કરનારા મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળક છે આ બનાવમાં મૃતક પરિણીતાની માતાએ તેની દીકરીના સાસુ ઇન્દ્રાબા સબલસિંહ ઝાલા અને દિયર યોગીરાજસિંહ સબલસિંહ ઝાલા સામે તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ




Latest News