વાંકાનેરમાં સબંધી કાકાએ સગીર ભત્રીજી સાથે આચર્યું દુષ્કર્મ, સગીરાએ બાળકીને જન્મ આપતા ભાંડો ફૂટ્યો
SHARE
વાંકાનેરમાં સબંધી કાકાએ સગીર ભત્રીજી સાથે આચર્યું દુષ્કર્મ, સગીરાએ બાળકીને જન્મ આપતા ભાંડો ફૂટ્યો
વર્તમાન સમયમાં ઘણી વખત સંબંધોને તાર-તાર કરતા કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જ એક કિસ્સો વાંકાનેર શહેર વિસ્તારની અંદર સામે આવ્યો છે જેમાં સંબંધી કાકાએ ભત્રીજીને હવસનો શિકાર બનાવી હતી અને અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચાર્યુ હતુ જેથી ગર્ભવતી બનેલ સગીરાએ હાલમાં બાળકીને જન્મ આપ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે જેથી કરીને ભોગ બનનાર સગીરાના પિતાએ મૂળ જાંબુઆના રહેવાસી એક શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.
મોરબી જીલ્લામાં ગુજરાતના જુદાજુદા જીલ્લાઓ અને દેશના જુદાજુદા રાજ્યોમાંથી રોજગારી માટે ઘણા પરિવારો આવતા હોય છે આવી જ રીતે મૂળ એમપીના રહેવાસી અને અહીં રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવેલા પરિવારની સગીર વયની દીકરીને તેના સંબંધિત કાકાએ હવસનો શિકાર બનાવી હતી અને સગીરની સાથે અવારનવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દિધી હતી જેથી આ સગીરાએ તા ૨૬/૬/૨૧ ના રોજ બાળકીને જન્મ આપ્યો છે ત્યારે ૧૫ વર્ષ અને પાંચ મહિનાની સગીરાને હવસનો શિકાર બનાવનારા સંબંધી કાકા સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળી રહેલી માહિતી મુજબ ભોગ બનેલી સાગીરાના પિતાએ હાલમાં મૂળ જાંબુઆના રહેવાસી અને હાલમાં વાંકાનેરના ૨૫ વારીયા સામે મુસ્તાક ગુલમામદભાઇ બ્લોચના ઘોડાના તબેલામાં રહેતા કીરણ ફુલજીભાઇ આડ સામે ફરીયાદ નોંધાયવતા પોલીસે હાલમાં બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે
ઝેરી દવા પીધી
ટંકારા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં આવેલ મૂકાભાઈની વાડીએ રહેતા ચેતનભાઇ ભુરીયાના પત્ની સવિતાબેન ભુરીયા (ઉંમર વર્ષ ૨૫)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબ હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”