મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી : ચોટીલા નજીક બસની ચાલુ મુસાફરીમાં ઓરિસ્સાના યુવાનનું મોત


SHARE













મોરબી : ચોટીલા નજીક બસની ચાલુ મુસાફરીમાં ઓરિસ્સાના યુવાનનું મોત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા નજીક ચાલુ બસે એક વ્યક્તિ બેભાન થઇ જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભીમાભાઇ જાતુભાઈ બહેસરા (૩૨) રહે.ઓરિસ્સા નામનો યુવાન બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ચાલુ મુસાફરી દરમિયાન ચોટીલા નજીક તે ચાલુ બસમાં બેભાન થઈ ગયો હતો જેથી તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે એ ડીવીઝન પોલીસને જાણ કરી હોય પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરી હતી.

યુવાન રાજકોટ ખસેડાયો

મધ્યપ્રદેશના અજમેરમાં આવેલ સરવાડનો રહેવાસી ઇમરાનઅલી અયુબઅલી ખાંટુ નામનો ૨૭ વર્ષીય યુવાન મોરબીના કંડલા બાઇપાસ પાપાજી ફનવર્લ્ડ નજીક હતો ત્યાં તેને ઈલેક્ટ્રીક સોટ લાગતાં મોરબી ખાતે સારવારમાં લવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે હળવદના ભલગામડાના રહેવાસી કાનજીભાઈ દલુભાઈ રાજપૂત નામના ૫૨ વર્ષીય આધેડે બાઈક લઈને જતા હતા ત્યાં તેમને રસ્તામાં બાઈક આડે કુતરુ ઉતરતા બાઈક સ્લીપ મારી જવાના બનેલા બનાવમાં ઈજા થવાથી કાનજીભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા જગજીવનભાઈ ઈશ્વરભાઈ સરાવાડીયા પટેલ નામનો ૪૩ વર્ષીય યુવાન વાહન લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી થયેલ અકસ્માત બનાવમાં ઇજા થવાથી તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કમલેશ બાબુભાઇ ધોળકિયા નામના ૨૭ વર્ષના યુવાનને હળવદની દેવળીયા ચોકડીએ અંબિકા હોટલ પાસે થયેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટેની અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતા

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News