મોરબી : ચોટીલા નજીક બસની ચાલુ મુસાફરીમાં ઓરિસ્સાના યુવાનનું મોત
મોરબી જીલ્લાના બધા જ સેન્ટરો ઉપર કોરોના વેકસીનનો પૂરતો જથ્થો આપવા માંગ
SHARE
મોરબી જીલ્લાના બધા જ સેન્ટરો ઉપર કોરોના વેકસીનનો પૂરતો જથ્થો આપવા માંગ
મોરબી જીલ્લામાં કોરોના વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, વેક્સિન સેન્ટરો ઉપર પુરતો વેકસીનનો જથ્થો ફાળવવા આપવામાં આવતો નથી જેથી કરીને વેક્સિન લેવા ગયેલા લોકોને ધક્કા થાય છે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને પૂરતો જથ્થો આપવાની માંગ કરી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, હાલમાં મોરબી જીલ્લામાં જેટલા પણ વેક્સીન આપવા માટેના સેન્ટરો નક્કી કરવામાં આવેલ છે. તેમાથી મોટા ભાગના સેન્ટરો પર ખુબ જ ઓછી સંખ્યામાં વેક્સીનના ડોઝ ફાળવવામાં આવે છે જેના કારણે લોકોને સવારના વહેલા લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. પરંતુ તેમ છતાં ઘણા બધા લોકોને વેક્સીન મળતી નથી જો આવું જ ચાલશે તો અને જો કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઇ જશે તો અગાઉ બીજી લહેરની જેમ જ ખરાબ પરિસ્થિતિ ઉદભવશે અને લોકોના બીજી લહેર કરતા પણ વધારે મોત થવાની સંભાવના છે.
સરકારી તંત્ર તેમજ ચુટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાની પ્રસિધ્ધી માટે ૭૦ સેન્ટર પર વેક્સીનેસન ચાલુ કરેલની જાહેરાત કરવામાં આવેલ હતી પરંતુ હાલમાં ૩૦ થી પણ ઓછા સેન્ટર પર અને તે પણ અપૂરતી રસી મળી રહી છે જેથી કરીને મોરબી જીલ્લામાં જરૂરિયાત મુજબ વધારે વેક્સીનના ડોઝ ફાળવવામાં આવે અને બધા જ સેન્ટર પર રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.