ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો


SHARE







મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો

મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસે બાઈકની માલીકીની ખરાઈ કરતાં બાઇક ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરી હતી.

મોરબીના પંચાસર રોડ ઉપર કોચલની વાડીમાં રહેતા જગદીશભાઈ ધનજીભાઈ ચાવડા (36)એ અજાણ્યા શખ્સ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં પાડા પુલ નીચેના ભાગમાં ભરાતી રવિવારી બજારમાં તેઓ પોતાનું બાઈક નં જીજે 3 ડી આર 6746 લઈને ગયા હતા અને ત્યાંથી તેનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું છે જેથી કરીને 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેવામાં મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પાસે પ્રભુ કૃપાના ગેટ પાસે નાઈટ પેટ્રોલિંગમાં એલસીબીની ટિમ હતી ત્યારે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું બાઈક લઈને ત્યાંથી એક શખ્સ પસાર થયો હતો અને તેને રોકીને પોલીસ દ્વારા તેની પાસેથી બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે બાઈકના કાગળ ન હોવાનું સામે આવ્યું હતું જેથી બાઇકની માલિકી બાબતે ખરાઈ કરવામાં આવતા દોઢ મહિના પહેલા પાડાપુનીચે ભરાતી રવિવારી બજારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ચોરાબાઈક સાથે એલસીબીની ટીમ દ્વારા આરોપી સમીરભાઈ ગફુરભાઈ જેડા (25) રહે. વીસીપરા લાયન્સનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 15,000 રૂપિયાની કિંમતનું બાઈક કબજે કરવામાં આવ્યું હતું અને હાલમાં આરોપી તથા બાઇક બંને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે




Latest News