મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
SHARE
મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
મોરબી BAMS એસો.ની એકતા અને સંગઠનના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે અને પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા તથા ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયાને રિપીટ કરવામાં આવેલ છે
છેલ્લા ૮ વર્ષથી મોરબી BAMS એસો. માટે પ્રમુખ અને ઉપપ્રમુખ નિષ્ઠાપૂર્વક, સક્રિય રીતે અને સમર્પિત ભાવનાથી કાર્યરત છે. તેવામાં ધન્વંતરી પૂજનના પવિત્ર અવસરે બંનેએ પોતપોતાના પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. જો કે, મોરબી જિલ્લાના તમામ ડોક્ટર મિત્રો, સિનિયર ડોક્ટર મિત્રો તથા જુનિયર ડોક્ટર મિત્રોના પ્રેમ, લાગણી અને આગ્રહને માન આપીને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી જુનિયર ડોક્ટર વર્ગમાંથી યોગ્ય અને સક્ષમ પ્રમુખ તથા ઉપપ્રમુખની પસંદગી ન થાય, ત્યાં સુધી બંને પોતપોતાના વર્તમાન પદ પર યથાવત્ રહી સંગઠનની જવાબદારી નિભાવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ સંગઠનની એકતા અને અખંડિતતા જાળવવાનો, નવી પેઢીને નેતૃત્વની તક આપવાનો તથા મોરબી BAMS એસો. ને વધુ સંગઠિત, સશક્ત અને મજબૂત બનાવવાનો છે.