ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન


SHARE









કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન

કચ્છ લોકસભાની ઉત્સવપ્રિય જનતાને દીપોત્સવ તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા કચ્છ- મોરબી લોકસભાના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન સુખપર (રોહા) ખાતે ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન, લોકડાયરો તથા ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું આયોજન તા.11 નવેમ્બર, 2026 (બુધવાર – ભાઈબીજ)ના રોજ રામદેવજી મહારાજના મંદિર, સુખપર (રોહા), તા. નખત્રાણા ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાનાર લોકડાયરામાં જાણીતા લોકગાયિકા શ્રીમતી દિવાળીબેન આહીર, લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા રમેશભાઈ જોષી પોતાની આગવી શૈલીમાં લોકસંગીત અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમ અંતર્ગત સાંજે 7:00 કલાકે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ રાત્રે 7:00થી 9:00 કલાક દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉપસ્થિત સૌ મહેમાનો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કચ્છની જનતા, આગેવાનો, કાર્યકરો તથા સૌ શુભેચ્છકોને સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News