મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી


SHARE









મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી

મોરબીમાં નિષ્ઠાવાન કર્મચારીઓની મહેનત અને સમર્પણને યોગ્ય માન આપવાના હેતુથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીના અવસરે વિશેષ કૃતજ્ઞતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રુપના આ ‘કર્મવીર કૃતજ્ઞતા કાર્યક્રમ’માં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને મીઠાઈ આપીને તેમની સેવાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક તથા માર્ગદર્શક ડો. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની ખુશીઓ એવા લોકો સાથે વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું, આ અભિયાનમાં પોલીસ વિભાગ, ટ્રાફિક પોલીસ, એસ.ટી. વિભાગ, નગરપાલિકા, ફાયરબ્રિગેડ, રેલવે, પેટ્રોલપંપ સહિતની વિવિધ જાહેર અને સરકારી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યોએ અલગ-અલગ સ્થળોએ જઈ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે જ્યારે પરિવારો ઉત્સવની મોજ માણતા હોય છે, ત્યારે પોલીસકર્મીઓ નાગરિકોની સલામતી માટે રસ્તાઓ પર તૈનાત હોય છે. એસ.ટી.ના કર્મચારીઓ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાની જવાબદારી સંભાળે છે, સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખે છે અને ફાયરબ્રિગેડના જવાનો કોઈપણ સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા તૈયાર રહે છે. આ તમામ કર્મચારીઓ પોતાના અંગત સમયનો ત્યાગ કરીને સમાજની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે. તેથી તેમની કામગીરીને માત્ર દિવાળીના દિવસોમાં જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સન્માન અને સંવેદનાથી જોવી જોઈએ. આ સમગ્ર પ્રવૃત્તિને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના રાજન પુરબિયા, દિલીપભાઈ દલસાણિયા, જયેશ બાર, હરેશ ઝાપડા, આશિષભાઈ દાફડા, જયેશ ઝાપડા, આનંદ સિંધવ અને વિજયભાઈ રબારી સહિતના સભ્યોએ વિવિધ સ્થળોએ જઈ કર્મચારીઓ સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી અને મીઠાઈ અર્પણ કરી હતી.




Latest News