મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા બંને યુવાનોને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેના મોત નીપજ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા સાવનભાઈ ભરતભાઈ ડાભી (21)એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના નાના ભાઈ કરણભાઈ ભરતભાઈ ડાભી (19) અને વિપુલભાઈ મહેશભાઈ રાવળદેવ (24) બંને બાઈક નંબર જીજે 36 બીસી 7566 લઈને લક્ષ્મીનગર ગામથી મોરબી તરફ જતા હતા ત્યારે બાઈક કરણભાઈ ચલાવતા હતા અને વિપુલભાઈ બાઈકમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રવિરાજ ચોકડી પાસે બાઈક હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બંને યુવાનોને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેના મોત નીપજ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતના બનાવમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એટોમ સીરામીક ખાતે રહેતા અનુજ સોહનલાલ (26), સંજય રાયસીંગ (40) અને આશિષ ઉમેશકુમાર (26) નામના ત્રણ યુવાનો લખધીરપુર રોડ ઉપર આવેલ રોયલ સિરામિક પાસેથી વાહનમાં જતા હતા ત્યારે સામેથી આવતા ટ્રકને તારવવા જતા તેઓનું વાહન સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News