મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું


SHARE









મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

"ટીબી મુક્ત ભારત અભિયાન "અંતર્ગત ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેને રોગમાંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે છે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકોમાં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત બનાવવા માટેની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.

મોરબીમાં અનેક સેવાકાર્યો કરતી રોટરી ક્લબ ઓફ મોરબી સંસ્થા દ્વારા મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે જઈને ત્યાં અત્યંત જરૂરિયાતમંદ ટીબીના 5 દર્દીઓને ટીબીની દવાની સાથે-સાથે દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી હતી આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસીડન્ટ હુસેફાભાઈ લાકડાવાલા, અમિતભાઈ પટેલ, સોનલબેન તથા અશોકભાઈ મહેતા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા, જીલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયાએ જહેમત ઉઠાવી હતી.




Latest News