હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું


SHARE









મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું

મુળ મોરબીના નિચી માંડલ ગામના અને હાલ મોરબી રવાપર રોડ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ કુંડારીયા નામના 45 વર્ષના યુવાનને કેન્સરની બીમારી હોય તેનું નિચી માંડલ મુકામે બીમારી સબબ મોત થયુ હતું.

જયારે માળીયા હાઈવે ટીંબડી ગામે ઓએસીસ સિરામીક નજીક રોડ ક્રોસ કરતા સમયે ભારે વાહનના ચાલકે હડફેટે લેતા દેવસંગ બહોરા (55) રહે. અંજાર કચ્છને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી.

વાહન અકસ્માત
માળીયા(મિં)ના મોટા દહીંસરા ગામે રહેતા જયેશ ચંદુભાઈ બોરીચા (45)ને પીપળીયા ચોકડી નજીક ટ્રક સાથે અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે ઘુંટુ પાસેની રામકો સોસાયટીમાં રહેતા વનિતાબેન બાબુભાઈ મોટવાડીયા (23) એ કોઈ કારણસર દવા પી લેતા શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એચ.આર.જાડેજા કારણ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

સાપ કરડી ગયો
ટંકારાના મિતાણા ગામે વાડી વિસ્તારમાં કામ દરમ્યાન સાપ કરડી જતા રાહુલ જલારસિંગ અજનાર (28)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
 જયારે વાંકાનેરના રાજાવડલા ગામે ઘરે સાપ કરડી જતા જીજ્ઞેશ વિજયભાઈ સિસોદીયા નામના આઠ વર્ષના બાળકને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો તેમજ હળવદની સરા ચોકડી પાસે હોટલ નજીક પત્થર-પાઈપ વડે માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત થયેલા ખીમાભાઈ જગાભાઈ સોલંકી (35)ને અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં
ટંકારાના હડમતીયા ગામે વાહનમાં બ્રેક લાગતા ઈજા પામેલા લાભુબેન કાંતિભાઈ સોલંકી (60) નામના વૃદ્ધાને 108 વડે અહીંની સિવિલે સારવાર માટે લવાયા હતા. મોરબી-2 નકકરબાગ પાસે ભડીયાદ રોડે થયેલ મારામારીમાં ઈજા પામેલા પ્રકાશ નારણભાઈ નાગદેવ (35) રહે.વાઘપરા સદભાવના હોસ્પીટલવાળી શેરીને ઈજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.

મારામારી
નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે થયેલ મારામારીમાં ઈજા પામેલા કાળુભાઈ શિવાભાઈ (55)ને અત્રે સિવિલે સારવારમાં લવાયા હતા અને મોરબી-2 ગુ.હા.બોર્ડ ખાતે રહેતા ફરઝાનાબેન સિકંદરભાઈ અબ્બાસી (30)ને મોડીરાત્રીના કોઈ જીવજંતુ કરડી જતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામા આવ્યા હતા




Latest News