તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ


SHARE









મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીમાં રહેતા જમનાબેન પ્રકાશભાઈ ચાવડા (28)એ સીટી બી ડીવીઝન પોલીસ મથકે જાહેર કયુર્ં હતું કે ગત તા.13-8ના સાંજે પાંચેક વાગ્યે તેઓના પતિ પ્રકાશભાઈ બાબુભાઈ ચાવડા (23) ઘરેથી નિકળ્યા હતા. તેઓ બેંકમાં ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળ્યા હતા. જોકે બાદ ઘરે પરત આવ્યા ન હતા.

ઘરેમેળે શોધખોળ કરવા છતા પ્રકાશભાઈનો પતો ન લાગતા પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સતિષભાઈ ગળચર આગળની શોધખોળ ચલાવી રહ્યા છે. જયારે વીસીપરા બીલાલી મસ્જીદ પાસેથી અકબર ઈશાકભાઈ નોતીયાર (45) ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા 108 વડે સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.

યુવાન સારવારમાં
 જોડીયાના રસનાળ ગામે રહેતા કિશોરભાઈ પ્રભાતસિંહ જાડેજા વાડીએ દવા છાંટતા હતા ત્યારે અસર થતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લતીપર ગામે રોડ પ્રેકર ચલાવતા સમયે ઈલેકટ્રીક શોર્ટ લાગતા દેવશીભાઈ કાનજીભાઈ ચૌહાણ (55) રહે.ચાંચાપરને સિવિલે સારવાર માટે લવાયા હતા.  હળવદના રાયધ્રા ગામ પાસે નાલા નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા નાનજીભાઈ દલસુખભાઈ નાયકા (21) હાલ રહે. સમલી હળવદને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા
 હળવદના સમલી ગામે ભગવાન બાપાની વાડીએ રહી મજુરી કરતો કિરણ જમુભાઈ નાયક નામનો 20 વર્ષનો યુવાન દવા પી જતા હળવદના ચરાડવા ખાતે પ્રાથમીક સારવાર બાદ અત્રેની સિવિલે ખસેડાયો હતો. જયારે મોચી શેરીના નાકા પાસેથી નિકળેલા ઈર્દીશ ગફારભાઈ ખોલેરા (21)ને રફીકભાઈ નામના માણસે ઈટ વડે માર મારતા સારવારમાં ખસેડાયો હતો. જયારે મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા હાર્દિક લક્ષ્મણભાઈ પરમાર (24) ને ઘરે મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.

મહિલા સારવારમાં
 મુળ જાંબુવા (એમપી)ની અને હાલ અહીંના બાદનપર ગામે શૈલેષભાઈની વાડીએ રહી ખેતમજુરી કરતા નાહુરીબેન કરણસિંહ કતીજા (39) નામની મહિલા નિંદામણ કરતી હતી. ત્યારે ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જયારે લખધીરપુર રોડ સોરીસો ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શોભનાથ રામ લખન તીવારી (58) રહે. લખધીરપુર રોડને રીક્ષા ચાલકે ટકકર મારતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તેમજ મકનસર પાસેના પોલીસ હેડ કવાર્ટર સામે વાહન અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયેલા મનુભાઈ ખાનદાસ સાધુ (35) રહે. રફાળેશ્ર્વર મોરબીને સિવિલે લાવવામાં આવ્યા હતા. મુળ મોરબી પાડાપુલ નીચે રહેતા અને ઉંચી માંડલ પાસે કારખાનામાં કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા સંધ્યાબેન લખનભાઈ મહાલે (46)ને પતિએ માર મારેલ હોય સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા




Latest News