મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો


SHARE









મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો

મોરબીના વાવડી ગામે સગીરાનું અપહરણ-દુષ્કર્મનો બનાવ બનેલ તે ગુનામાં મદદગારી કરનાર આરોપી પકડાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા મૂળ સુરતના પરિવારની સગીરવયની યુવતીનું થોડા સમય પહેલા અપહરણ થયેલ હતુ.જેથી યુવતીના પરિવારજનોએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.જેથી અપહરણનો ગુનો દાખલ થયો હતો.જે બનાવની તપાસમાં સામે આવ્યુ હતુ કે યુવતીના અપહરણ બાદ યુવાન તથા તેના માતા-પિતા યુવતીને લઈને દમણ તરફ ચાલ્યા ગયા હતા.બાદમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ઘેટિયાને બાતમી મળી હતી કે ભોગ બનેલ સગીરા તથા આરોપીઓ રાજકોટના સાપર (વેરાવળ) નજીક છે.તેથી ત્યાં પહોંચીને રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી સગીરાને છોડાવવામાં આવી હતી.તેમજ સ્થળ ઉપરથી આરોપી મોહિત મહેશભાઈ કુબાવત (૨૩), મહેશભાઇ છગનભાઈ કુબાવત (૬૦) અને લતાબેન મહેશભાઈ કુબાવત (૪૯) રહે.બધા ધુળકોટ રાધાકૃષ્ણ શેરી તા.મોરબીની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા.આ ગુનામાં આરોપીઓને મદદ કરનાર અને તેઓને દમણ સુધી લઈ જવામાં ભૂમિકા ભજવનાર હાર્દિક ઉર્ફે ગુરુ પ્રદીપભાઈ સોલંકી વાણંદ (૩૦) રહે.નાની વાવડી સિદ્ધિવિનાયક સોસાયટી શેરી નંબર-૨ મોરબી મૂળ રહે.શનાળા મોરબી વાળાનું નામ ખુલ્યું હતું અને તપાસ દરમિયાન તે મળી આવતા તેની પણ ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટ પોલીસ 

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ સગીરાના અપહરણના બનાવમાં રાજકોટ પોલીસને મળેલ બાતમીને આધારે તેઓ મોરબીના ઘુટું ગામની સીમમાં તપાસ માટે આવ્યા હતા અને બાતમી આધારે મોટરસાયકલ નંબર જીજે ૧૩ એઈ ૪૩૭૬ લઈને નીકળેલા અજય મનુભાઈ બોરાણા મળી આવતા તેને તે ગુનામાં હસ્તગત કરી તપાસના કામે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝના પાછળના ભાગે રહેતા પરિવારને ત્યાં આવેલ રીનાબેન ભરતભાઈ અગરિયા નામની ૨૫ વર્ષની પરણીતાને તેના માવતર (પિતા) ને ત્યાં પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં રીનાબેનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તે બનાવમાં જ સામેવાળા અજયભાઈ મનસુખભાઈ સોલંકી (૩૦) રહે.રેયાધાર રાજકોટ વાળાને મોરબી ખાતે તે




Latest News