મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત


SHARE









માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામે રહેતી મહિલા પોતાના ઘરે ફળિયામાં ઓટલા ઉપર સૂતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તે મહિલાને કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી

મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ભાવપર ગામે મુસ્તાકભાઈ સુમરાના મકાને રહેતા રવિન્દ્રભાઈ સોલંકીના પત્ની નીરૂબેન રવિન્દ્રભાઈ સોલંકી (31) તા 19/8 ના રોજ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળિયામાં ઓટલા ઉપર સુતા હતા ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરી ગયું હતું જેથી કરીને મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ રવિન્દ્રભાઈ સોલંકી (32) એ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં કારમાં નુકશાન

રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ ગુરુજી નહર બ્લોક નંબર 529 ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરતા દિલીપભાઈ ચંદુલાલ પોપટ (58)એ ટ્રક નંબર જીજે 36 વી 3683 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માળિયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દેવ સોલ્ટ મીઠાના કારખાના સામેથી તેઓ પોતાની કાર નંબર જીજે 3 કે એચ 7832 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી તેઓની કારમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીની કારને નુકસાન થયું હોય હાલમાં ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News