મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 2 મહિલા સહિત કુલ 14 લોકો પકડાયા


SHARE









મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 2 મહિલા સહિત કુલ 14 લોકો પકડાયા

મોરબીના રંગપર ગામે તથા ભડીયાદ ગામે જુદી જુદી બે જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને નવ શખ્સો ઝડપાયા હતા જ્યારે મોરબીમાં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં ફ્લેટની અંદર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગાર રમતા મળી આવેલા લોકોની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


મોરબીના રંગપર ગામે જાપા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા જગદીશભાઈ મોતીભાઈ નયા (40), સાગરભાઇ મોતીભાઈ નયા (32), ગોવિંદભાઈ છેલાભાઈ ગિગોરા (45) અને સુરેશભાઈ રમેશભાઈ કગથળા (36) રહે. બધા રંગપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે જુગારની બીજી રેડ ભળીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે મંદિરની પાછળના ભાગમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા હિતેશભાઈ અતુલભાઇ ત્રિવેદી (28) રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર, રસિકભાઈ ભીખાભાઈ ધોળકિયા (56) રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર, હસમુખભાઈ અતુલભાઇ ત્રિવેદી (21) રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર, સંતોષભાઈ મેરાભાઈ ઈટોદરા (26) રહે. રામાપીર મંદિર પાસે ભડિયાદ અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા (36) રહે. રામદેવ નગર ભડીયાદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 31,050 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બંને ગુના નોંધાયેલ હતા. તો મોરબીમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સાઈ એપાર્ટમેન્ટના ત્રીજા માટે ફ્લેટ નંબર 304 ની અંદર જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બચુભાઈ સાદુરભાઈ ઠાકોર રહે. કોબા સર્કલ ગાંધીનગર, શંકરજી મેઘાજી ઠાકોર રહે. કોબા સર્કલ ગાંધીનગર તથા નાગજીભાઈ રામાભાઈ ઠાકોર રહે. અવંતિકા ફાર્મ નભોઈ કોબા ગાંધીનગર તથા બે મહિલા જુગાર રમતા મળી આવેલ હોય પાંચ વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા અને પોલીસે 46,800 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો છે




Latest News