મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો


SHARE









મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનામાં છેલ્લા છ મહિનાથી આરોપી નાસતો ફરતો હતો જે બરવાળા ગામના બસ સ્ટેશન પાસે હોવાની ચોક્કસ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા આરોપીને ત્યાંથી ઝડપી લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનામાં સંડોવેલ આરોપીને પકડવા માટે થઈને તાલુકા પોલીસ તજવીજ કરી રહી હતી દરમિયાન ચોક્કસ હકીકત મળી હતી કે, ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી બરવાળા ગામના બસ સ્ટેશન પાસે ઉભેલ છે જેથી કરીને બાતમી વાળી જગ્યાએ તાલુકા પોલિસની ટીમ પહોચી હતી અને ત્યાં હાજર રહેલા શખ્સને ઝડપી લીધો હતો અને તેનું નામ પૂછવામાં આવતા કમલસિંહ ઉર્ફે ભાયો કેલસીંગ અલાવ (34) રહે. બોગાલી નરવાલી તાલુકો કુકસી જીલ્લો ધાર એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ તેણે વાહન ચોરી કરી હોવાની હકીકત સામે આવેલ છે આમ ઘર ફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News