મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE









ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

ટંકારાના છત્તર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અગાઉ ઝડપાયો હતો જે ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપી રાજકોટમાં હોવાની બાતમી  મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીની રાજકોટ ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ગત તા. 14/1/26 ના રોજ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છત્તર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ટ્રક કન્ટેનર, બોલેરો પીકઅપ ગાડી તેમજ 5940 બોટલ દારૂ અને 27,600 દારૂના પ્લાસ્ટિકના ચપલા મળી આવ્યા હતા જેથી દારૂ તથા વાહનો મળીને પોલીસે 1.17 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુલ મળીને આઠ શખ્સોની સામે ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે ગુનામાં સંડોવાયેલ રાજકોટનો નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા રાજકોટમાં હોવાની બાતમી મળી હતી જેથી સ્થાનિક પોલીસે આરોપી નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા (33) રહે. ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં-5 નવા થોરાળા રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે




Latest News