મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ


SHARE









મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ,ભગવતી પાર્કમાં જુગાર રમતા 9 મહિલા સહિત 10 પકડાયા

મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નિકળ્યા બાદ  પરિણીતા ગુમ થતાં પોલીસને જાણ કરવામાં આવેલ છે (સીટ) બી-ડીવીઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મુળ ઉતર પ્રદેશના ગાજીપુર જીલ્લાના મહોમદાબાદ તાલુકામાં આવેલ શાહપુર ગામના વતની અને હાલ સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ ઘુટુ રોડ ઉપર આવેલ અનિલ સિરામીકના લેબર ક્વાર્ટરમાં મંગરૂભાઇ શિવકુમાર ગોડ નામના 30 વર્ષના યુવાને જાહેર કર્યું હતું કે ગત તા.19ના સવારે તેમના પત્ની આંચલબેન ગોડ કવાટર ખાતેથી દવા લેવા માટે જાવ છું કહીને નીકળ્યા હતા. બાદ પરત ન આવતા ઘરમેળે તપાસ કરી હતી છતાં પતો ન લાગતા પોલીસમાં જાણ કરેલ છે. હાલ સ્ટાફના પંકજભાઇ ગઢવીએ તેણીની શોધખોળ શરૂ કરેલ છે.

ગુમ પરત
સામાકાંઠે સીરામીક સીટીની પાછળ આવેલ ઉમીયાનગરમાં રહેતા અને કાગળ-કચરો વિંણીને ગુજરાત ચલાવતા  કૈલાશબેન ગેલા જીકરીયા બારોટએ પોલીસમાં જણ કરી હતી કે તેમના પતિ ગેલાભાઇ જીકરીયા બારોટ કે જે પણ ભીક્ષાવૃત્તિનું કામ કરે છે તે 19-8ના સવારે ઘરેથી 10 વાગે નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા જેથી પોલીસે શોધખોળ હાથ ધરતા નકરબાગ રોડેથી ગુમ થયેલા ગેલાભાઇ મળી આવ્યા હતા જેથી પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના નરસીપરા ગામના પ્રવિણભાઇ રસીકભાઇ દેલવાડીએ થોડા સમય પહેલા બી-ડીવીઝન પોલીસ મથકે જાહેર કર્યું હતું કે તેમનો નાનોભાઇ રાજુભાઇ રસીકભાઇ (ઉ.વ. 30) કે જે હાલ સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરમાં રહેતો હતો તે તા.4-6થી ગુમ થયેલ છે જેની પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગુમ થયેલ રાજુભાઇ હડીયલે સુરેન્દ્રનગરના થાન ખાતેના વતની મહેકબેન અશ્ર્વિનભાઇ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેની સામે ચાલ્યા ગયા હતા. યુવાનની ભાળ મળતા પરિવારે રાહતનો શ્વાસ  લીધો હતો.

જુગાર રમતા 
એ-ડીવીઝન પોલીસે વાવડી રોડ સમજુબા સ્કૂલ પાસે આવેલ ભગવતી પાર્કમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી મેઘા વિમલભાઇ રાણપરીયા, પુજા ઠાકોર, હરેશભાઇ અગ્રાવત, મંજુલા મંગળગીરી ગૌસ્વામી, સમા સફીરભાઇ મેમણ, ઉષા સંપટ, મમતા વડગામા, સરસ્વતી ઉર્ફે શિલ્પાબેન, અમૃતભાઇ ઠોરીયા જાહેરમાં જુગાર રમતા મળી આવતા રુા.15,300ની રોકડ સાથે પકડી ધોરણસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

મારામારી
લીલાપર ચોકડી પાસે રહેતા જુહીબેન કારાવિરસિંગ નામની ત્રીસ વર્ષીય મહિલાને ત્યાં ઘર પાસે મારામારીમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લવાયા હતા. તેમજ જુની પીપળી ગામે રાજુભાઇ વાઘેલાને મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા

 




Latest News