મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ
મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
SHARE
મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
મોરબી સિટી એ-ડીવીઝન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ ગુ.હા.બોર્ડ ગરબી ચોક પાસે રહેતા વાસુભાઇ ભરતભાઇ લખતરીયાને ત્યાં રેડ કરી હતી. ત્યારે બે જુદી-જુદી બ્રાંડની કુલ 75 બોટલ દારૂ કિંમત રૂા.17,600નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે પ્રોહિબીશન એક્ટ મુજબ વાસુભાઇ લખતરીયા સામે ગુનો નોંધી તેણે જથ્થો ક્યાંથી મેળવ્યો હતો? તે દિશામાં પોલીસે તપાસનો દોર આગળ લંબાવ્યો છે. જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ ખાતે રહેતા જશુબેન જયસુખભાઇ સિતાપરા (36) ને ઘરે કોઇ જીવજંતુ કરડી જતા સિવિલે સારવાર માટે લઇ જવાયા હતા.
મહિલા સારવારમાં
ટંકારાના વિરપર ગામે જયઅંબે પેકેજીંગ ખાતે રહી કામ કરતા શિતલબેન ઠાકોર (25)ને સાપ કરડી જતા સિવિલે સારવારમાં લઇ જવાયા હતા. જ્યારે ટંકારાના સજનપર ગામે જયેશભાઇની વાડીમાં રહી મજુરીકામ કરતાં પરિવારનો પ્રતિક રાકેશભાઇ પરમાર નામનો આઠ માસનો બાળક રમતી વખતે પાણીની કુંડીમાં પડી જતા 108 દ્વારા અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમજ વાંકાનેર હાઇવે પરના જાંબુડીયા ગામે રહેતા જગાભાઇ વિંજુવાડીયા નામનો વીસ વર્ષનો યુવાન પગપાળા ગામ નજીક આવેલ ઓવરબ્રીજ પાસેથી જતો હતો ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા સારવાર માટે લઇ જવાયો હતો.
પેટલાદ પોલીસની કાર્યવાહી
પેટલાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ ઉમીયાબેન તળપદા (22) નામની યુવતી ગત તા.13-8ના ત્યાંથી ગુમ થયેલ હતા જેથી પેટલાદ પોલીસે તપાસ ચલાવી બાતમી આધારે મોરબીના સામાકાંઠેની લક્ષ્મી સોસાયટીમાં જયેશ ગમારાના ઘરે સર્ચ કરતાં ત્યાં ભાડે રહેતા વિજય ઠાકોર (18) મુળ રહે. દતેલી પેટલાદ, જી. આણંદ સાથે ઉમીયાબેન મળી આવતા બંનેને હસ્તગત કરી તપાસ અર્થે પેટલાદ લઇ જવાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
બાઇક સ્લીપ
મોરબીના ઘુંટુ રોડ ગોપાલ કાંટાની પાસે જુના સ્મશાન સામે બાઇક આડે અચાનક કુતરુ ઉતરતા બાઇક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો. જેમાં સચીન મોરવાડીયા (19) રહે. વીસીપરા મોરબીને ઇજા થતાં સારવારમાં રાજકોટ લઇ જવાયો હતો. જ્યારે વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા જોહન સાજીદ શેખ નામનો બે વર્ષનો બાળક બપોરે અઢી વાગ્યે ભુલથી કપડા ધોવાનું લીકવીડ પી જતા સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
જાંબુડીયા મારામારી
મોરબીના જાંબુડીયા ગામે શેરીમાં રમતા છોકરાના ઝઘડા બાદ બે પરિવાર વચ્ચે સામસામી મારામારી થયેલ હતી. જેમાં અજય હરજીભાઇ આકરીયા કોળી (21)ને ચેતન અને રોહિત સહિતનાઓએ માર માર્યો હતો. જ્યારે સામે પક્ષેથી હંસાબેન સનુરા (ઉ.વ. 42, રહે. જાંબુડીયા)ને અજય, રાજુ અને અનિલ સહિતનાઓએ માર મારેલ હોય બંનેને સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા









