મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં જુદીજુદી 3 અને હળવદના ઈશ્વરનગર ગામે 1 જુગારની રેડમાં કુલ 21 શખ્સો પકડાયા


SHARE









મોરબી શહેરમાં જુદીજુદી 3 અને હળવદના ઈશ્વરનગર ગામે 1 જુગારની રેડમાં કુલ 21 શખ્સો પકડાયા

મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ જુગારની રેડ કરી હતી જેમાં કુલ મળીને 18 શખ્સોને જુગાર રમતા પકડવામાં આવેલ છે જો કે, હળવદના ઈશ્વરનગર ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યાંથી 3 શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં આવેલ જોન્સનગર શેરી નં 3 માં હુસેની ચોક પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હનીફભાઈ રસુલભાઈ ખોડ (36),  ઇમરાનભાઈ જુસબભાઈ મોવર (35), વિશાલભાઈ પ્રવીણભાઈ શેખાણી (23), તાહીરહુસેન રમજુભાઈ બેલીમ (26) અને અસલમભાઈ હાજીભાઈ ખોડ (24) રહે. બધા જોન્સનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 13,800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. મોરબીના ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ધર્મેશભાઈ પ્રફુલભાઈ સોલંકી (24) રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, પ્રિન્સ અનિલભાઈ કૈલા (20) રહે. પારેખ શેરી મોરબી, પાર્થ મુકેશભાઈ રાવ (29) રહે. ખાખરેચી દરવાજા મોરબી, વરૂણભાઇ હિતેશભાઈ ચૌહાણ (19) રહે. ખાખરેચી દરવાજા મોરબી, મિલનભાઈ મયુરભાઈ ડાભી (22) રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, રોહનભાઈ સંજયભાઈ ધામેચા (19) રહે. મોચી શેરી મોરબી અને ઋત્વિકભાઈ હરેશભાઈ ટોયટા (25) રહે. ભરવાડ શેરી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5800 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

જ્યારે મોરબીના સનાળા ગામે તળાવ પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા (40) રહે. પંચાસર, અનિરુદ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર (29) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ બ્લોક એમ-62 બ્લોક નંબર 343 મોરબી, જસ્મીતભાઈ જગદીશભાઈ ચબાડ (29) રહે. કુળદેવી પાન સામે મોરબી, અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા (23) રહે. વેજીટેબલ રોડ અરુણોદયનગર મોરબી, વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ (33) રહે. ગ્રીનચોક સાંકડી શેરી મોરબી, ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોપાલભાઈ પ્રતાપભાઈ ભટ્ટ (31) રહે. હરીપાર્ક સોસાયટી વીરપર, વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા (31) રહે. પંચાસર રોડ રાજનગર મોરબી અને અક્ષયભાઈ હસમુખભાઈ ગાંભવા (29) રહે. પંચાસર રોડ રાજનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 52,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને જુગારના ત્રણેય ગુના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ઈશ્વરનગર ગામની સીમમાં ચંદ્રકાંતભાઈ પટેલની વાડી પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા હરજીવનભાઈ લક્ષ્મણભાઈ સરાવાડીયા (58) રહે. ઈશ્વરનગર, અરવિંદભાઈ ઉર્ફે જગાલાલ વાલમજીભાઈ માકાસણા (51) રહે. ચરાડવા તથા મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા (54) રહે. ચરાડવા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ત્યાં 83,700 ની રોકડ કબ્જે કરીને આરોપીઓની ધરપકડ કરેલ છે અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News