મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું

વર્તમાન સમયમાં લાલબતી સમાન કહી શક્ય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં મોરબી નજીકના બેલા ગામ પાસે કારખાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરી વધુ પડતી મોબાઈલ ફોનમાં કોઇની સાથે વાતો કરતી હતી જેથી કરીને તેની માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડીને ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા સગીરાએ કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 16 વર્ષની દીકરી સુનીતાબેન પ્રીતમભાઈ ભીલાલાએ પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની કિશનભાઇ પરસોતમભાઈ રહે. લૂંટાવદર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીતા મોબાઈલ ફોન ઉપર કોઇની સાથે વધુ પડતી વાતો કરતી હતી જેથી તેની માતાએ ફોન ઉપર વાતો કરવાની ના પડી હતી અને ઠપકો આપ્યો હતો જેથી કરીને સગીરાને લાગી આવતા તેને પોતાની જાતે અંતિમ પગલું ભરી લીધું છે




Latest News