મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ


SHARE









માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ

માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ધરાવતા યુવાન સાથે બે શખ્સોને મનદુઃખ ચાલતું હતું અને ભંગારના ડેલા પાસે યુવાનનો કૌટુંબિક ભાઈ ચોકીદાર તરીકે કામ કરતો હોય ત્યાં હાજર હતો ત્યારે સ્કોર્પિયો ગાડીમાં 4 શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પડી હતી જેથી તેને ગાડીમાં આવેલા બે શખ્સોએ કહ્યું હતું કે “ડેલો ખાલી કરી દેજે જો અહીંયા દેખાણા તો જાનથી મારી નાખશું અને કહી દેજે અલ્તાફને ભંગારનો ડેલો ખાલી કરી દે નકર તને અને અલ્તાફ જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયાના ખીરઈ ગામે રહેતા સુલતાનભાઈ રહેમાનભાઈ સામતાણી (47)એ હાલમાં ઇકબાલભાઈ હાજીભાઇ મોવર અને રણમલભાઈ દિલાવરભાઈ સામતાણી રહે. બંને ખીરાઈ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના કૌટુંબિક કાકાના દીકરા અલ્તાફને આરોપીઓ સાથે મનદુખ ચાલે છે અને અલ્તાફે ભાડે રાખેલ ભંગારના ડેલે ફરિયાદી રાતે ચોકીદારી કરતો હોય આરોપીઓ કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈને ત્યાં ભંગારના ડેલા પાસે આવ્યા હતા અને ત્યારે આરોપી ઈકબાલ અને રણમલ તથા અન્ય બે અજાણ્યાશખ્સે ફરિયાદીને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઈકબાલ અને રણમલાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓની પાસે રહેલ છરીને કાઢીને ફરિયાદીને છરી બતાવી હતી તેમજ તેને છરી મારવા માટે દોડ્યા હતા અને કહ્યું હતું કે, “ડેલો ખાલી કરી દેજે જો નહીં દેખાણા તો જાનથી મારી નાખીશું અને અલ્તાફને કહી દેજે ભંગારનો ડેલો ખાલી કરી દે નકર તને અને અલ્તાફને જાનથી મારી નાખશું” ત્યારબાદ આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા હાલમાં આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News