મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર


SHARE









મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર

મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે હળવદમાં ગોરી દરવાજા પાસે જુગારની રેડમાં બે શખ્સો રોકડ રકમ સાથે મળી આવ્યા હતા અને ટંકારાના જોધપર ઝાલા ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે બે શખ્સોને રોકડ અને મોબાઈલ સાથે ઝડપી લીધા હતા જો કે, બે શખ્સ નાસી ગયા હતા તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ સરસ્વતી સોસાયટીમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલભાઈ મગનભાઈ કડીવાલ (52) રહે. સરસ્વતી સોસાયટી મોરબી, રવિભાઈ રમેશભાઈ મુંજારીયા (32) રહે ધાયડી વિસ્તાર રવાપર, વિપુલભાઈ નરસંગભાઈ બાલાસરા (34) રહે. શિવશક્તિ સોસાયટી રવાપર, વિરલભાઈ વિભાભાઈ મેવાડા (41) રહે. અરુણોદયનગર મોરબી, અનિલભાઈ કુંવરજીભાઈ મુંજારીયા (55) રહે. સનાળા તથા મિલનભાઈ પરસોતમભાઈ સિદપરા (31) રહે. ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ એ 17,950 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી. જ્યારે જુગારની બીજી રેડ ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કનુભાઈ વાલજીભાઈ વાઘેલા 25 રહે. કુબેર ટોકીઝ પાસે મફતિયાપરા મોરબી અને નટુભાઈ બાબુભાઈ લુવારીયા (22) રહે. કાંતિનગર પેટ્રોલ પંપ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 3,200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધાયા છે તો હળવદમાં ગોરી દરવાજા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુદા જુદા ચિત્રોના બેનર રાખીને જુગાર રમતા હતા ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશોકભાઈ સવજીભાઈ કુડેચા (35) અને વિષ્ણુભાઈ પ્રવીણભાઈ ડાભી (26) રહે. બંને ગોરી દરવાજા હળવદ વાળા મળી આવતા પોલીસે 7,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે ટંકારાના જોધપર (ઝાલા) ગામે કોળી વાસમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જગદીશભાઈ ભરતભાઈ છીપરીયા (20) અને  કિશનભાઇ વિનોદભાઈ સારેસા (25) રહે. બંને જોધપર (ઝાલા) વાળા ઝડપાઈ ગયા હોય પોલીસે 10,400 રોકડા તથા 13,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન આમ કુલ મળીને 23,400 ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી જોકે પોલીસ તે જોઈને શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા તથા આકાશ રમેશભાઈ છીપરીયા રહે. બંને જોધપુર (ઝાલા) વાળા નાસી છૂટ્યા હોય તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News