વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર પાસે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મહેન્દ્રનગરથી બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE









મોરબીના ધરમપુર પાસે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મહેન્દ્રનગરથી બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

મોરબીના ધરમપુર ગામ પાસે પથ્થરની ખાણમાં ભરેલા પાણીમાં કોઈ કારણસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મંગલમ વિસ્તારની અંદર રહેતી મહિલાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા રણજીતભાઈ રાઘવજીભાઈ ઉપસરિયા (32) નામનો યુવાન કોઈપણ કારણોસર નવા ધરમપુર પાસે આવેલ પથ્થરની ખાણમાં પાણીમાં ડૂબી ગયો હોય તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મંગલમ વિસ્તારમાં રહેતા ભાનુબેન દિલીપભાઈ પંસારા (45) નામના મહિલાને બીમારી હોય તેઓની તબિયત ઘરે ખરાબ થઈ ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News