મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી


SHARE









ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી સંચાલિત “માનવ મંદિર” આવેલું  છે અને આ સંસ્થામાં વડીલોનો વસવાટ કરવામાં આવે છે આ તમામ વડીલોને ટંકારા તાલુકાના પોલીસ સ્ટેશન સ્ટાફ પ્રવીણભાઈ મેવા (પો.હે.કોન્સ.) જયપાલસિંહ ઝાલા ( પો .હે.કોન્સ.) કિરણબેન ઢેઢી( કોન્સ્ટેબલ) મોનિકાબેન બી.(કોન્સ્ટેબલ ) વગેરે કર્મયોગી બંધુ – ભગીનીઓએ "રક્ષાબંધન "પર્વ નિમિત્તે માનવ મંદિર ખાતે આવીને રાખડી બાંધીને મોં મીઠા કરાવ્યા હતા અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ સમયે પવિત્ર, આત્મીય, સ્નેહસભર વાતાવરણ નિર્માણ થયું હતું આ ઉત્સવમાં સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, તેમજ કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલા ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસના પ્રેરણાદાયી કાર્યને બિરદાવયુ હતું.




Latest News