મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર માસૂમ બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી અને તે બાળકનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલ મોરબીના નવાગામ રોડ ઉપર આવેલ સોમનાથ પેપર મિલની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતાં તોફાનભાઈ ધૂમસિંહ ભુરીયા (31)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એએલ 6122 ના ચાલક સામે ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, શુક્રવાર તા. 27 ના રોજ સોમનાથ પેપરમિલમાં તેઓ કામ કરતાં હતા ત્યારે સાંજે સાત વાગ્યે તેઓના સાળો દિનેશભાઈ ગમાર જે બજારમાં દુકાને જતો હતો જેથી ફરિયાદીનો દીકરો અલ્પેશ (7) પણ તેની સાથે ગયો હતો ત્યારે નવાગામ લીલાપર રોડ પર આજવીટો કંપની સામે રોડ ક્રોસ કરતી વખતે ફરિયાદીના દીકરાને આરોપી કાર ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી 15 મિનીટ પછી ફરિયાદીને તેઓના સાળાએ ફોન કરીને કહ્યું હતું કે, અલ્પેશનું એક્સીડન્ટ થયું અને તેને અમે સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યા ફરજ ઉપરના ડોકટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ છે જેથી હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.




Latest News