મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ


SHARE









વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે જંકફુડને જાકારો થીમ રાખવામાં આવી હતી, તથા પેકેજડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ જેવા ઠંડા પીણા ને બાય બાય જેવા સૂત્રો સાથે રાષ્ટ્રીય પોષણ માહ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના તમામ બાળકોએ ખુબજ ઉત્સાહ સાથે ભાગ લીધો જેમાં બાળકો  ઘરેથી બનાવેલ આરોગ્યપ્રદ ખોરાક, લીલા શાકભાજી, ફ્રૂટ, અનાજ, કઠોળ અને ડ્રાયફ્રુટ  જેવો પૌષ્ટિક ખોરાક શાળામાં લાવેલા હતા અને આજથી બાળકોએ જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ તેમજ પેકેજડ ફૂડને તીલાંજલિ આપવાનું પ્રણ લીધું. આ ઉજવણીનો હેતુ બાળકો પૌષ્ટિક તેમજ આરોગ્યપ્રદ ખોરાક નો આહારમાં સમાવેશ કરે જેથી તેનું આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે અને સમાજમાં જાગૃતિ આવે તે સંદર્ભે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણીમાં શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને વિશેષ શાળાના આચાર્ય અશ્વિનભાઈ વંડરાનું માર્ગદર્શન પ્રેરક બની રહ્યું.




Latest News