મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ


SHARE









મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ

મોરબીના વાવડી રોડ પર મિરા પાર્ક સોસાયટીમાં રહેતા અને મોમાઈ ડેરી એન્ડ બેકરી નામની દુકાન ધરાવતા જયેન્દ્રગીરી પી. ગોસ્વામી અને તેના પત્નિ જાગૃતિબેન દુકાન પર હતા ત્યારે મિરા પાર્કમાં રહેતો અશોક પરમાર નામનો શખ્સ નશાની હાલતમાં ત્યાર આવ્યો હતો અને મફતમાં ઠંડા પીણાની બોટલ માંગી હતી. જે આપવાની દૂકનદારે ના પડી હતી જેથી આ શખ્સે કરી હતી અને વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી અને છુટાં પથ્થરનો ઘા કરીને દુકાનમા વસ્તુ રાખવા માટે રાખવામા આવેલ કાચનું કાઉન્ટર તોડી નાખ્યું હતું. જેથી ભોગ બનનાર વેપારીએ ૧૧૨ બોલાવતા નશાની હાલતમાં દુકાને આવેલ શખ્સ નાસી ગયો હતો જેથી વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસે ફરીયાદ લેવાના બદલે માત્ર અરજી લીધી હતી ત્યાર બાદ આ શખ્સ રાતે પાછો દુકાને આવ્યો હતો અને દાદાગીરી કરીને પોલીસ મારૂં કઈ નહી કરી શકે તેવું કહીને માથાકૂટ કરી હતી જેથી વેપારીએ ફરી ૧૧૨ બોલાવી હતી અને મોરબી એ ડિવિઝનના પી.આઈ.ને બનાવની જાણ કરતા પોલીસે ત્યાં દોડી આવી હતી અને અશોક પરમારની તેના ઘરેથી ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News