UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો
SHARE
UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો
સરકાર દ્વારા યુપીઆઈ પેમેન્ટ ઉપર ચાર્જ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેનો ઠેરઠેર વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આજે મોરબીમાં જુદાજુદા વેપારીઓ એસો. દ્વારા યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ અને 18 ટકા જીએસટી લાગવાનો છે તેના વિરોધમાં આજથી યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કર્યું છે અને માત્ર કેસ કે પછી ચેકથી જ વહીવટ કરવામાં આવી રહ્યા છે.
વર્તમાન ડિજિટલ યુગમાં વધુમાં વધુ પેમેન્ટ ઓનલાઈન અને ખાસ કરીને યુપીઆઈ મારફતે કરવામાં આવે છે આટલું જ નહીં પરંતુ દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન મળે તેના માટે પહેલા સરકાર દ્વારા જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જો કે, હવે યુપીઆઈ પેમેન્ટ ઉપર ચાર્જ અને જીએસટી લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી ખાધ્ય તેલ એસો.ના પ્રમુખ જીજ્ઞેશભાઈ ચંદારાણા અને ઉપપ્રમુખ વિમલભાઈ સેજપાલ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વેપારીઓએ યુપીઆઈ (UPI) પેમેન્ટ સ્વીકાર સામે મોરચો ખોલ્યો છે. અને જે નવી ચાર્જની નીતિ જાહેર કરવામાં આવી છે તેના વિરોધમાં વેપારીઓએ આજથી યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવાનું બંધ કર્યું છે. જો કે, વેપારીઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી હાલમાં વેપારને કોઈ અસર થઈ રહી નથી કેમ કે, વેપારી દ્વારા કેસ અને ચેકથી માલનું પહેલની જેમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, કેટલાક વેપારીઓએ તો પોતાની દુકાને રાખેલા યુપીઆઈ પેમેન્ટ મેળવવા માટેના ક્યુઆર (QR) કોડ કે સ્કેનર હતા તેને હટાવી દીધેલ છે કેમ કે, સરકાર અને બેંકો દ્વારા યુપીઆઈ પેમેન્ટ ઉપર લગાવવામાં આવતા ચાર્જ અને જીએસટીથી નાના વેપારીઓની મુશ્કેલીઓ વધશે તે નિશ્ચિત છે. કેમ કે, યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા જેટલો ચાર્જ વસૂલવાની જોગવાઈ અને આ ચાર્જ ઉપર 18 ટકા જીએસટી (GST) લાગુ પડતો હોવાથી વેપારીઓને ડબલ માર પડશે. અને આ રકમ વેપારીઓના ખાતામાંથી સીધી જ કપાઈ જશે.