મોરબીમાં જલારામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી 59 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો ઇન્સ્ટગ્રામથી મોરબીમાં રહેતી સગીરાના સંપર્કમાં આવેલ શખ્સે આચર્યું દુષ્કર્મ: 3 સામે ફરિયાદ મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બાઈક પરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજા જલાલજીનું સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું.બાળકી પોતાના પિતાના બાઈક પર આગળ બેઠી હતી ત્યારે પાછળથી અન્ય બાઈક ચાલકે ઠોકર મારતા બનાવ બન્યો હતો. જેમાં પિતાને પણ ઇજા થઈ હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, તા.30 ના રોજ મોરબી ખાતે મહેન્દ્રનગરમાં સર્વોપરી સ્કૂલ પાસે રહેતા અને સિરામિક કંપનીમાં કામ કરતા કાર્તિકભાઈ જેન્તીભાઈ જલાલજી (ઉંમર વર્ષ 46) તેમની 10 વર્ષીય પુત્રી દ્વિજાને બાઇકમાં આગળ બેસાડી જઈ રહ્યા હતા.ત્યારે અચાનક પાછળથી અન્ય બાઈક ચાલકે તેમના બાઇકને ઠોકર મારી હતી.જેમાં આગળ બેઠેલી દ્વિજા ફંગોળાઈને રોડ ઉપર પટકાઈ હતી.તેમજ બાઈકનું બેલેન્સ ગુમાવતા કાર્તિકભાઈને પણ ઇજા થઈ હતી. દ્વિજાને માથાના ભાગે તેમજ શરીરે ઇજા થઈ હતી.જેથી તત્કાલ મોરબીની શિવમ હોસ્પિટલે અને બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જયાં રાજકોટ ખાતે દ્વીજા નું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા મોરબી પોલીસે રાજકોટ દોડી આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી આગળની તજવીજ હાથ ધરી હતી.મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારે જણાવ્યું હતુ કે, દ્વિજા બે બહેનમાં નાની હતી. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.




Latest News