મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ઇન્સ્ટગ્રામથી મોરબીમાં રહેતી સગીરાના સંપર્કમાં આવેલ શખ્સે આચર્યું દુષ્કર્મ: 3 સામે ફરિયાદ


SHARE









ઇન્સ્ટગ્રામથી મોરબીમાં રહેતી સગીરાના સંપર્કમાં આવેલ શખ્સે આચર્યું દુષ્કર્મ: 3 સામે ફરિયાદ

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ દુષ્કર્મની ઘટના બની હોય આવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં વધુ એક વખત મોરબી શહેરી વિસ્તારમાં રહેતી સગીરા સાથે યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ યેનકેન પ્રકારે સગીરા પાસેથી 17.50 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાએ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનું જાણે કે યુવક યુવતીઓને ઘેલું લાગ્યું હોય તે પ્રકારે વિડિયો અને ફોટો ઉપર લાઇક અને વ્યુ મેળવવા માટે થઈને સોશ્યલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબીમાં રહેતી સગીરા દ્વારા ઇન્સ્ટગ્રામ ઉપર પોતાના વિડીયો ફોટો મુકવામાં આવ્યા હતા ત્યાર બાદ વિશ્વરાજસિંહ સરવૈયા નામના શખ્સ તે સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ સગીરાને અમદાવાદ, રાજકોટ, ભાવનગર વિગેરે જુદી જુદી જગ્યા ઉપર લઈ જઈને તે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ સગીરા પાસેથી યેનેકેન પ્રકારે 17.50 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવામાં આવી હતી અને વિશ્વરાજસિંહ સરવૈયાના પરિવારજનો દ્વારા સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં સગીરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વરાજસિંહ સરવૈયા તથા તેના પરિવારના બે સભ્યો આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે




Latest News