મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા
મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ
SHARE
મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ
મોરબીના રવાપર ગામે રહેતા શખ્સે તેની પાસે રહેલા દેશી બનાવટનો કટ્ટો અને કારતુસ તેના મિત્રને સાચવવા માટે આપ્યા હતા. જો કે, હથિયાર જેને આપ્યું હતું તે યુવાન વીસીપરામાં સિટીઝન ફેક્ટરીની બહારના ભાગમાં હતો ત્યારે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થઈ ગયું હતું જે બનાવમાં યુવાનને ડાબા પગના સાથળના ભાગે ગોળી વાગી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હથિયાર આપનારા શખ્સની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આશિષ આદ્રોજા નામના શખ્સે તેની પાસે રહેલ દેશી કટ્ટો અને કારતુસ તેના મિત્ર રાજેશભાઈ ખીમજીભાઇ પરમાર (27) રહે. વીસીપરા મોરબી વાળાને સાચવવા આપ્યા હતા જે હથિયાર સાથે રાજેશભાઈ વીસીપરામાં આવેલ સિટીઝન ફેક્ટરીની બહારના ભાગમાં ખુલ્લા પ્લોટ પાસે હતા ત્યારે કોઈકરણોસર હથિયારમાંથી ફાયરિંગ થયું હતું અને ગોળી રાજેશભાઈને સાથળના ભાગે લાગી હતી જેથી તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનાની આગળની વધુ તપાસ પીએસઆઇ બી.એ.ગઢવી અને તેની ટિમ કરી રહી હતી તેવામાં આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા (33) રહે. બી-ગોલ્ડ વ્યૂ એપાર્ટમેંટ રવાપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી હાલમાં પકડાયેલ આરોપી પાસે જે દેશી બનાવટનો કટ્ટો અને કારતૂસ હતા તે કયાંથી લાવ્યો હતો ?, શા માટે પોતાની પાસે રાખતો હતો ? અને કેમ તે હથિયાર તેણે પોતાના મિત્રને સાચવવા માટે આપ્યું હતું તે સહિતના સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.