મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા
મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
SHARE
મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
મોરબીના રવાપર ગામે આવેલ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ચક્કર આવતા તે પડી ગઈ હતી ત્યારબાદ તે મહિલાનું મોત નીપજયું હતું જ્યારે મોરબીમાં ઘૂટું ગામ નજીક આવેલ સોલેસો ચોકડી પાસે આધેડનું કોઈપણ કારણસર મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્ક વિસ્તારમાં વૈભવ લક્ષ્મી સોસાયટી સોસાયટીમાં રહેતા પ્રીતિબેન પીન્ટુભાઇ કાચરોલા (38) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ચક્કર આવવાના કારણે તે પડી ગઈ હતી અને ત્યારબાદ તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના લાલપર ગામ પાસે આવેલ દરિયાલાલ કાંટા નજીક રહેતા હરિપ્રસાદ ભુલજીભાઈ અહીરવાલ (56) નામના આધેડ મોરબીમાં નજીક આવેલ સોલેસો ચોકડી પાસે કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યા હતા જેથી આત્મારામભાઈ નામના વ્યક્તિ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે