મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો


SHARE









મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો

મોરબીના રહેવાસી સતીષભાઈ જાદવજીભાઈ ધોરીયાણીને આધાર ફાયનાન્સમાં અન્યાય થતા મોરબીના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં આધાર ફાયનાન્સ સામે કેસ કર્યો હતો જેમાં કોર્ટે ગ્રાહકને પ્રોપર્ટીના દસ્તાવેજ પરત આપવા કલોઝર રકમ માફ કરવા અને તા.૧૭-૦૪-૨૦૨૬ થી પ્રતિ દિવસ ૫૦૦૦ રૂપિયા ૯ ટકા લેખે વ્યાજ સહીત અને ૫૦૦૦ રૂપિયા ખર્ચના મળીને ૧૧ લાખ ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબીના ધોરીયાણી સતીષભાઈ જાદવજીભાઈએ બે પ્રોપર્ટી ઉપર આધાર ફાયનાન્સ પાસેથી રૂપીયા ૨૪,૫૮,૭૨૫ ની લોન લીધેલ અને રેગ્યુલર હપ્તા સાથે લોન ભરપાઈ કરી આપી હતી અને ગ્રાહકે નો ડયુ સર્ટીફીકેટની માંગણી કરતા આધાર ફાયનાન્સ તરફથી લોન કલોઝરના રૂપિયા ૮૩,૦૦૦ હજાર માંગવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું કે આ રકમ ભરશો પછી "નો ડયુ સર્ટીફીકેટ" આપવામાં આવશે. જેથી સતીષભાઈને અન્યાય થતાં તેઓએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં આધાર ફાયનાન્સ સામ કેસ દાખલ કર્યો હતો અને આધાર ફાયનાન્સ કલોઝર ચાર્જ લઈ શકે નહી કારણ કે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના તા. ૦૭-૦૫-૨૦૨૧ નોટીફીકેશન વિરૂધ્ધ છે. વધુમાં કોર્ટે જણાવેલ કે ગ્રાહક પાસેથી આવી રકમ વસુલવી તે અપ્રમાણીક અને આધાર ફાયનાન્સની સેવામાં ખામી છે. આ રકમ ગાહકે ભરવી જરૂરી નથી. આધાર ફાયનાન્સે દસ્તાવેજો મોર્ગેજ કરવામાં ઢીલ કરી છે. અને ગ્રાહક લોન ભરપાઈ કરી આપે એટલે ૨૦ દિવસમાં દસ્તાવેજ પરત કરવા જોઈએ અને "નો ડયુ સર્ટીફીકેટ" ઈસ્યુ કરી આપવુ જોઈએ. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના નોટીફીકેશન વિરૂધ્ધનો ચાર્જ ગ્રાહક પાસેથી માંગીને મોર્ગેજ દસ્તાવેજ તથા નો ડયુ સર્ટીફીકેટ આપવામાં ઢીલ કરી છે માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના તા. ૧૩-૯-૨૦ ક ના નોટીફીકેશન મુજબ પ્રતિ દિવસ ૫૦૦૦ રૂપિયા લેખે બેન્કે તા. ૧૭-૪-૨૦૨૬ થી ૯ ટકાના વ્યાજ સાથે તથા ૫૦૦૦ રૂપિયા ખર્ચના મળી કુલ  ૧૧ લાખ રૂપીયા ચુકવવા આદેશ કરેલ છે. ઉલેખનીય છે કે, ઘણી બધી કંપનીઓ આર.બી.આઈ.ના નિયમ વિરૂધ્ધ ગ્રાહકો પાસેથી પૈસા રીકવર કરે છે અને ઉંચુ વ્યાજ, પેનલ્ટીના નામે ઘણો બધો અન્યાય કરે છે. જેથી અદાલત ફાયનાન્સ કંપની સામે આકરા પગલા ભરી રહી છે ત્યારે પોલીસ ખાતાએ પણ હપ્તા માટે ગ્રાહક પર થતા માનસિક તથા શારીરિક ત્રાસની તપાસ કરી પગલા લેવા જરૂરી છે. તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતષભાઈ મહેતા (૯૩૨૭૪ ૯૯૧૮૫) તથા મંત્રી રામ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮)એ જણાવ્યુ છે




Latest News