અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર


SHARE









મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર

વર્તમાન સમયમાં લોકો પક્ષીઓને ચણ નાખવાના બદલે રાંધેલો ખોરાક નાખી રહ્યા છે જેથી કરીને પક્ષીને ફાયદો થવાના બદલે નુકશાન થાય છે જેથી કરીને મોરબીના જાણીતા પર્યાવરણ પ્રેમી મિત્ર દ્વારા પંખીઓને નુકશાન ન થાય તે માટે પક્ષીઓ એકત્રિત થતાં હોય ત્યાં રાંધેલા કે તળેલા ખોરાક ન નાખીને માત્ર ચણ જ નાખવામાં આવે તેવો અનુરોધ કર્યો છે.

મોરબીમાં ખીસકોલીવાળા તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી મિત્ર જીતુભાઇ ઠક્કરએ સૌ પંખી પ્રેમીઓને પંખીને અપાતા ખોરાક વિશે સાવચેત રહેવાની જરૂર છે કેમ કે, આજકાલ અને વિશેષ તો શહેરોમાં પંખીઓને ચણ (અનાજ) ખવડાવવાની આપણી મૂળ સાંસ્કૃતિક પરંપરાને આગળ ધપાવવાને બદલે લોકો અનાજની જગ્યાએ વાસી રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ જેવા કે ગાંઠિયા-સેવ કે મીઠાઈ વિગેરે જેવી વસ્તુઓ પંખીઓને ખવડાવી રહ્યા છે. આ આદત સંપૂર્ણપણે પંખીઓ માટે નુકશાન કર્તા છે અને પક્ષીઓના આરોગ્ય માટે ખતરો છે. જેથી જીતુભાઇએ જણાવ્યુ હતું કે,  શંકર આશ્રમ સહિત પક્ષીઓની એકઠા થવાની અનુકૂળ જગ્યાઓએ ચણ અને પક્ષીઓને નુકશાન કરે તેવા ખોરાક ખુબ મોટી માત્રામાં લોકો નાંખી જાય છે જે લાંબો સમય પડ્યા રહેવાથી ઝાકળ, વરસાદ, ધૂળ વગેરેના લીધે કોહવાઈ જાય છે અને એ ખાઈને પછી પંખીઓની બીમારી પડે છે અને ક્યારેક પક્ષીનું મોત પણ થાય છે.ખાસ કરીને શિયાળામાં આપણે ત્યાં સિગલ બર્ડ અને રોઝી પેસ્ટર જેવા યાયાવર પંખીઓ પણ આવતા થયા છે ત્યારે આપણે પંખીઓને ક્યાં, કેટલી માત્રામાં અને કેવો ખોરાક આપવો જોઈએ તે બાબત સહુકોઈએ જાગૃતિ કેળવવી જોઈએ અને ખોરાકનો બગાડ અટકાવી તેમજ પંખીને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. 




Latest News