મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
SHARE
મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
મોરબીમાં ગેરકાયદે કતલખાના ચાલે છે તેને બંધ કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ મહાપાલિકાના અધિકારીઓએ દ્વારા આગેવાનોને માત્ર આશ્વાસન આપવામાં આવે છે જો કે, કતલખાના બંધ કરવા માટેનું નક્કર કામ કરવામાં આવતું નથી જેથી કરીને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા મોરબી મહાપાલિકાના પટાંગણમાં હવે કતલખાના બંધ કરોના સ્ટિકર લગાવીને વિરોધ કરવામાં આવેલ છે
મોરબી મહાપાલિકાની હદમાં જાહેર રોડ, ધાર્મિક જગ્યા તેમજ રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ચાલે છે અને ત્યાં દરરોજ જીવ હત્યા કરવામાં આવે છે તેમજ ખુલ્લેઆમ ચીકન, મટન તેમજ ઈંડાની લારીઓ રાખીને નોનવેજનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદળ અને હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજની લાગણી દુભઈ રહી છે જેથી મોરબીમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ બંધ કરવા માટે હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે તો પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે મહાપાલિકાના તમામ સભ્યોએ પણ સહમતી આપેલ છે તો પણ કેમ અધિકારીઓએ દ્વારા કામ કરવામાં આવતું નથી જેથી હિન્દુ સંગઠનના આગેવાનોએ જણાવ્યુ છે કે, હવે જો કોઈ પણ પ્રકારનું મોરબીમાં આ બાબતને લઈને ઘર્ષણ થશે તો તેના માટેની તમામ પ્રકારની જવાબદારી સરકારી તંત્રની રહેશે. વધુમાં જણાવ્યુ છે કે, છેલ્લા 9 વર્ષથી સ્થાનિક લોકો અને અલગ અલગ સંગઠન તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વિગેરે દ્વારા અનેક વખત મૌખિક અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તો પણ કતલખાના બંધ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અને જયારે મહાપાલિકામાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો ત્યારે ડેપ્યુટી કમિશનરે તા 29/9 સુધીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટેની બાહેધારી આપી હતી જો કે, હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી નથી જેથી આગામી સમયમાં સંગઠન દ્વારા શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, શિવ સેના, જય મહાકાલ ગ્રુપ, હિન્દુ રક્ષા દળ અને અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હી ગૌરક્ષકના આગેવાનોએ ઉચ્ચારી છે.