અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું
મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી
SHARE
મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી
મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરબીચોક જવાના રસ્તાના નાકા પાસે માર્કેટિંગ યાર્ડની સામે ગઈકાલ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ગરબીચોક પાસે ભેગા થયેલા સ્કૂલના બાળકો વચ્ચે પ્રથમ બોલાચાલી ઝઘડો થયો હતો અને સ્કૂલમાં થયેલા ઝઘડાનો રોષ રાખીને ગરીબી ચોક નજીક પુન: ઝઘડો થતાં બાદમાં મોટાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.અને બાદમાં મોટાઓ સમાધાનને બદલે બાખડી પડતા છરીઓ ઉડી હતી.જેથી સામસામે ફરિયાદ નોંધાતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુના નોંધી આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે માર્કેટિંગ યાર્ડની સામે સ્કૂલના બાળકો વચ્ચે પ્રથમ મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં અલ્પેશ પરમાર, ચંદ્રકાંત પરમાર (૧૪) રહે.ઉમિયા સર્કલ પાસે અને તેઓના કાકાના દિકરા હર્ષદ જાદવને તેમજ સામાપક્ષેથી કૃષ્ણરાજસિંહ કિરીટસિંહ જાડેજા (૧૨) રહે.ગુ.હાઉસિંગ બોર્ડ અને ભાવિન નિલેશ જોશી (૧૭) રહે.ગુ.હાઉસિંગ બોર્ડ અને ઉર્વરાજસિંહ હકુભા ઝાલા (૨૬) રહે.ગુ.હાઉસિંગ બોર્ડને સામસામે ઢીકાપાટુ અને છરી જેવા હથિયારો વડે ઇજાઓ પહોંચી હતી.બાદમાં મારામારીની આ વાતની તેઓના ઘરે ખબર પડતા મોટા લોકો વાતચીત કરવા માટે ભેગા થયા હતા અને ત્યારે વાત સુધરવાને બદલે વકરી ગઇ હતી અને બોલાચાલી બાદ પુન: સામસામે મારામારી થઈ હતી.જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને બંને પક્ષોથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં એક તરફેથી અલ્પેશ મગનભાઈ પરમાર (૧૭) ધંધો મજૂરી રહે.ઉમિયા સર્કલ પાસે કૈલાશ પાન નજીક ભેખડની વાડી વાળાએ સામેનાપક્ષના પ્રિયાંન જોગડ, મીત, પાર્થરાજસિંહ ઝાલા તથા ઉર્વરાજસિંહ ઝાલા રહે.બધા મોરબી વાળાઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેનો નાનો ભાઈ ચંદ્રકાંત જે સ્કૂલમાં ભણે છે ત્યાં સામેવાળાઓ પૈકીનો પ્રિયાન જોગડ અવારનવાર શાળામાં તેમના નાનાભાઈ ચંદ્રકાંતને ગાલ ઉપર લાફા મારતો હોય અને ઝઘડો કરતો હોય દરમ્યાનમાં હાઉસિંગ બોર્ડ પાસે ફરિયાદીનો નાનો ભાઈ ચંદ્રકાંત અને તેમના કાકાનો દિકરો હર્ષદ જાદવ હતા ત્યારે ઉપરોક્ત લોકોએ તેઓને માર માર્યો હતો અને ઝઘડો કર્યો હતો.આ બાબતની ચંદ્રકાંતએ ફોનથી જાણ કરતા પોતે ઘટના સ્થળે ગયો હતો અને ત્યાં વાતચીત દરમિયાન સામેવાળાઓ ઉશ્કેરાયા હતા.દરમિયાનમાં પ્રિયાંક જોગડ, મીત, પાર્થરાજસિંહએ ફરિયાદીના નાનાભાઈ ચંદ્રકાંતને ફડાકા માર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે પાર્થરાજસિંહ અને ઉર્વરાજસિંહએ ફરિયાદી અલ્પેશભાઇને પકડીને તેને ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને લોખંડના પાઇપ વડે માથામાં ઇજા પહોંચાડી હતી.જેથી અલ્પેશને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.હાલ અલ્પેશભાઇની ફરિયાદ ઉપરથી પ્રિયાન જોગડ, મીત, પાર્થરાજસિંહ ઝાલા તથા ઉર્વરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જયારે સામાપક્ષેથી ઉર્વરાજસિંહ હકુભા ઝાલા (૨૬) રહે.ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી વાળાએ સામેવાળા ચંદ્રકાંત, અલ્પેશભાઈ અને પરસોતમભાઈ રહે.ત્રણેય મોરબી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત રાત્રિના દસેક વાગ્યે તેમના ભાણેજ પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહિલનો ફોન આવ્યો હતો કે અમે હાઉસિંગ બોર્ડની ગરબી પાસે છીએ અને ત્યાં હાઉસિંગ બોર્ડના નાકા પાસે ઝઘડો થયો છે.અને સામે વાળાઓ સિન સપાટા કરતા હોય તેને સિનસપાટા કરવાની ના પાડી હતી.જેથી તેને તેના ભાઈને બોલાવ્યા હતા.જેથી ત્યાં તેનો ભાઈ અલ્પેશ અને પરસોતમભાઈ આવ્યા હતા અને તેઓએ વાતચીત દરમિયાન ઝઘડો કર્યો હતો અને દરમિયાનમાં પરસોત્તમભાઈએ પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદી ઉર્વરાજસિંહને ડાબા હાથની કોણી ઉપર એક ઘા માર્યો હતો.તેમજ ઝપાઝપી દરમિયાન સાહેદ કૃષ્ણરાજસિંહ જમીન ઉપર પડી ગયા હોય અને અલ્પેશભાઈએ પોતાના કમરમાં પાછળના ભાગે રાખેલી છરી કાઢીને કૃષ્ણરાજસિંહને જમણા પગમાં પંજાના ભાગે અને પીંડીના ભાગે છરી મારી હતી અને બચાવવા માટે કૃષ્ણરાજસિંહનો મિત્ર ભાવિન નિલેશભાઇ જોશી વચ્ચે પડતા તેને પણ ડાબા હાથના અંગૂઠામાં અલ્પેશે છરી મારી હતી.તે દરમિયાનમાં ત્યાં સ્થળ ઉપર લોકો એકત્ર થઈ ગયા હોય જતા જતા સામેવાળાઓએ કહ્યું હતું કે, "પાણીયારી ના હોય તો ઉમિયા સર્કલે આવી જજો." બાદમાં ઇજાગ્રસ્ત ઉર્વરાજસિંહને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે તથા કૃષ્ણરાજસિંહ અને ભાવિન જોશીને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.ઉપરોક્ત બંને પક્ષેથી ગુનો નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના વનિતાબેન સિંચણાદા દ્વારા ગુનો નોંધી આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.









