હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ
SHARE
મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ
હળવદના વતની અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનચંદ્રભાઈ પ્રમોદરાય દવેએ પોતાના ૭૧મા જન્મદિવસ નિમિત્તે અંગદાનનો સંકલ્પ લઈને જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.
બીપીનભાઈ દવેએ અંગદાનના સંકલ્પ દ્વારા માનવજીવનના મહત્ત્વને ઉજાગર કરતાં જણાવ્યું છે કે, માનવજીવનમાં સમાજ માટે કંઈક ઉપયોગી બનવું એ જ સાચી સેવા છે. અંગદાન દ્વારા મૃત્યુ બાદ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન જીવવાની તક મળી શકે છે. આથી અંગદાન એ માનવતાની સર્વોચ્ચ ભાવનાનું પ્રતીક છે. બીપીનભાઈ દવે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી તેમજ એસ.ટી. નિગમના પૂર્વ ડિરેક્ટર તરીકે સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. હળવદ તાલુકાથી લઈને પ્રદેશ સ્તર સુધી સંગઠનની અનેક જવાબદારીઓ સંભાળીને તેમણે અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે અને સંગઠનને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે જોડાયેલા બીપીનભાઈ દવેએ સંઘના તૃતીય વર્ષના પ્રશિક્ષણ દરમિયાન હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સંઘ શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમનું સમગ્ર જીવન સંગઠન, સેવા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી જોડાયેલું રહ્યું છે. ખાસ કરીને મોરબીની હોનારતથી લઈને ભૂકંપ જેવી આપત્તિઓ દરમિયાન રાહત કેમ્પ શરૂ કરીને અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી હતી. આ ઉપરાંત, બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ જેવા સંવેદનશીલ અને માનવતાભર્યા કાર્યોમાં પણ તેમણે પોતાની જવાબદારી નિભાવી છે. હાલમાં બીપીનભાઈ દવેના સેવાભાવી સંકલ્પને આવકારીને હળવદ સહિત વિવિધ વિસ્તારોમાંથી રાજકીય, સામાજિક અને સેવાકીય ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો દ્વારા તેમના મો. નં. ૯૮૨૫૫૨૧૨૩૯ ઉપર જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.