મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો


SHARE









મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રી-સ્કૂલનાં ભૂલકાંઓથી લઈને કૉલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉત્સાહભરી સહભાગિતાએ આ ઉજવણીને યાદગાર બનાવી હતી.

જેમાં પહેલા દિવસે નવયુગ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ (ઇંગ્લીશ મિડિયમ સેક્શન)નાં નાનાં ભૂલકાંઓએ મેગા ગરબા પ્રદર્શન રજૂ કર્યું હતું. બાળકોની નિર્દોષ અદાઓ અને તાલબદ્ધ પગલાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. અને ભૂલકાંઓની સુંદર રજૂઆતમાં તેમને તૈયાર કરનારા શિક્ષકોની મહેનત પણ ઝળકી હતી. જયારે બીજા દિવસે નવયુગ સંકુલ અને નવયુગ કૉલેજના વિદ્યાર્થીઓએ મન ભરીને ગરબે રમી રંગ જમાવ્યો હતો. આ આયોજનમાં જતિન સોલંકી, પ્રકાશ કવૈયા, પ્રેક્ષાબેન શાહ અને ભૂમિબેન દેત્રોજાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. અને ત્રીજા દિવસે નવયુગ વિદ્યાલય દ્વારા ધમાકેદાર અને શાનદાર ગરબા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થિનીઓ નવદુર્ગા સ્વરૂપ ધારણ કરી વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું આ દિવસે પંકજભાઈ ધામેચા, સુજલ પરમાર અને તેજસ્વીબા વાઢારાએ નિર્ણાયકની જવાબદારી નિભાવી હતી.

આ ઉજવણીમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મન મૂકીને ગરબે રમ્યા હતા. અને વાલીઓને પણ ઇનામોથી નવાજવામાં આવતાં ઉત્સવનો આનંદ બેવડાયો હતો. બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન, પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતની વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા, શ્રીમતી રંજનબેન કાંજીયા તથા બલદેવભાઈ સરસાવડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ ત્રણેય દિવસના સફળ આયોજન બદલ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં.




Latest News