મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ
SHARE
મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ
મોરબીના ભવાની ચોક પાસે ગુરુવારે રાતના સમયે બેફામ ગતિમાં સ્કોર્પોયો ગાડી લઈને એક શખ્સ નીકળ્યો હતો અને તેને ગરબી ચોક પાસે રાખવામા આવેલ ખુરશીઓ અને તેનાથી આગળના ભાગમાં પાર્ક કરેલ એક કાર ને હડફેટે લીધી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ હોવાથી તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને પોલીસે તાત્કાલિક ગાડીના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગાડીને રાતે જ રેઢી હાલતમાં કબ્જે કરેલ હતી ત્યાર બાદ સ્થાનિક રહેવાસી દ્વારા સ્કોર્પિયો ગાડીના નંબર આધારે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.
મોરબી શહેરમાં ગુરુવારે રાત્રિના 10 થી 10:30 વાગ્યાના અરસામાં મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ ભવાની ચોક વિસ્તારમાંથી સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 1547 નો ચાલક પોતાના હવાલા વાળી ગાડી લઈને પસાર થયો હતો અને તેને પોતાની ગાડી બેદરકારીથી ચલાવી હતી આટલું જ નહીં ગરબી ચોક પાસે લોકોને બેસવા માટે રાખવામાં આવેલ ખુરશીઓને હડફેટે લીધી હતી જોકે, એક ખુરશીમાં બેઠેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો અને ત્યારબાદ આગળ જતાં બીજી કાર પાસે ઊભા રહીને વાત કરી રહેલા યુવાનને પણ હડફેટે લે તે પ્રકારે સ્કોર્પિયો ગાડીનો ચાલાકે પોતાનું વાહન ચલાવ્યું હતું અને આ ઘટના બની ત્યારે સ્કોર્પિયો ગાડીની પાછળ બાઇક લઈને ત્રિપલ સવારીમાં ત્રણ શખ્સો સ્કોર્પિયો ગાડીનો પીછો કરતાં હોય તેવું પણ જોવા મળી રહ્યું છે જો કે, આ બનાવની તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રસ્તાઓ કોડન કરીને સ્કોર્પિયો ગાડીને રોકવી દીધી હતી પરંતુ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 1547 નો ચાલક મળી આવેલ ન હતો જેથી પોલીસે ગાડી અને તેમાંથી એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં મોરબીના ભવાની ચોક વિસ્તારમાં રહેતા કૈલાશભાઈ રમણીકભાઈ પલાણ (40)ની ફરિયાદ લઈને સ્કોર્પિયો ગાડી નં. જીજે 36 એઆર 1547 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેદરકારીથી વાહન ચલાવીને ભવાની ચોક પાસે ગરબી મંડપ નજીક રાખવામાં આવેલ ખુરશીઓમાં તોડફોડ કરીને રૂપિયા 500 ની નુકસાની કરી હોવાની તેમજ આગળ જઈને બીજી એક ફોરવીલ ગાડીમાં સ્કોર્પિયો અથડાવીને તેમાં નુકસાન કર્યું છે અને સ્કોર્પિયોનો ચાલક તેની ગાડી રેઢી મૂકીને નાસી ગયેલ છે તે પ્રકારનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. જો કે, સ્કોર્પિયો ગાડીનો ચાલક પકડાશે ત્યાર બાદ તે ગાડીની પાછળ બાઈકમાં જઇ રહેલા 3 શખ્સો કોણ હતા અને શા માટે ગાડીનો પીછો કરતાં હતા તે માહિતી સામે આવશે.
ભવાની ચોકમાં બને બનાવમાં આકરા પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ
વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન કમલેશભાઈ બોરિચાએ જણાવ્યુ હતું કે, નવરાત્રીએ માતાજીની આરાધના, પૂજા-પાઠ અને શક્તિ ઉપાસનાનો પર્વ છે જે શાંતિપૂર્ણ વાતાવરણમાં સહુકોઈ ઉજવી શકે તેના માટે જરૂરી વ્યકસ્થા પોલીસે કરવી જોઈએ તેવી વિહિપ અને બજરંગ દળની માંગ છે અને ગુરુવારે રાતે મોરબીના ભવાની ચોક પાસે બેફામ ગતિએ સ્કોર્પિયો ગાડી ચાલવાની જે ઘટના બની હતી તેમાં જો કોઈ વ્યક્તિ સંડોવાયેલ હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે. અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.