મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ
મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
SHARE
મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ દ્વારા નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે છઠ્ઠા નોરતે કાલિકા પ્લોટ ખાતે આવેલ આંગણવાડીમાં નાનાં ભૂલકાઓને લ્હાણીનું વિતરણ કરીને ભૂલકાઓના આશીર્વાદ મેળવ્યા હતા અને બાળકોને ભેટ મળવાથી તેઓના ચહેરા પરની ખુશી જોવા મળી હતી ખાસ કરીને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ખોડિયાર માતાજીના ચરણોમાં કોર્પોરેટર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ ખોડિયાર માતાજી સહુના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની વર્ષા કરે તેના માટેની પ્રાર્થના કરી હતી