મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે લંડન (યુ.કે.) ખાતે રહેતા ગાંધી પરિવાર દ્વારા સ્વ.હર્ષવિણાબેન જનકભાઈ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે તેમના પતિ જનકભાઈ ગાંધી, સુપુત્ર ધર્મિનભાઈ ગાંધી, પુત્રવધૂ ઝલકબેન ગાંધી, પૌત્રી આરના, પ્રતાપભાઈ ચગ, મધુબેન પ્રતાપભાઈ ચગ સહીત ના પરિવારજનો રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી. આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી સહિતની ટીમે સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.