મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


SHARE









વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું મેઈન  વિષય ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન ટેકનોલોજી અને ઈનોવેશન અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2026 શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જામસર સીઆરસીની દરેક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો અને મોડેલ કૃતિનું મૂલ્યાંકન નિર્ણાયક દેત્રોજા તૃપલકુમારી અને ભાટિયા અમિતભાઈ દ્વારા  કરવામાં આવ્યું હતું અને જામસર તાલુકા શાળા અને સમથેરવા પ્રા.શાળાને તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવેલ છે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનારા તમામ બાળકોને જામસર સીઆરસી નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, તાલુકા શાળા આચાર્ય  સોલંકી વિનોદભાઈ તેમજ આવેલ આચાર્ય દ્વારા શિલ્ડ, પ્રમાણ પત્ર અને ડોમ્સની કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યકમ માટે શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ અને  વિનુભાઈ વાઘેલા તેમજ શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News